Home> World
Advertisement
Prev
Next

Capitol Hill riots: હિંસામાં સામેલ 'ટ્રમ્પ સમર્થક'ની ઓળખ થતા જ દુનિયા સ્તબ્ધ, જાણો કોણ છે

અમેરિકાની રાજધાની વોશિંગ્ટનના કેપિટલ હિલ્સમાં થયેલી હિંસા જોઈને આખી દુનિયા ચોંકી ગઈ હતી. આ હિંસા ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ એવા સમયે કરી હતી કે જ્યારે અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત નોંધાવનારા ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઈડેનને વિજેતા જાહેર કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી. આ હિંસામાં 5 લોકોના મોત થયા હતા. જો કે હવે હિંસામાં સામેલ રહેલા લોકોની ઓળખ ધીરે ધીરે બહાર આવી રહી છે એમ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. જેમાં એક નામ ક્લેટ કેલરનું પણ સામેલ છે. 

Capitol Hill riots: હિંસામાં સામેલ 'ટ્રમ્પ સમર્થક'ની ઓળખ થતા જ દુનિયા સ્તબ્ધ, જાણો કોણ છે

નવી દિલ્હી: અમેરિકાની રાજધાની વોશિંગ્ટનના કેપિટલ હિલ્સમાં થયેલી હિંસા જોઈને આખી દુનિયા ચોંકી ગઈ હતી. આ હિંસા ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ એવા સમયે કરી હતી કે જ્યારે અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત નોંધાવનારા ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઈડેનને વિજેતા જાહેર કરવાની પ્રક્રિયા ચાલુ હતી. આ હિંસામાં 5 લોકોના મોત થયા હતા. જો કે હવે હિંસામાં સામેલ રહેલા લોકોની ઓળખ ધીરે ધીરે બહાર આવી રહી છે એમ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. જેમાં એક નામ ક્લેટ કેલર (Klete Keller) નું પણ સામેલ છે. 

ખુબ મોટું નામ હતું ક્લેટ કેલર
ક્લેટ કેલર અમેરિકા માટે બે-બે વાર ઓલિમ્પિક જીતનારી સ્વિમર ટીમના સભ્ય હતા. કેલરે ત્રણ ઓલિમ્પિક ખેલોમાં ભાગ લીધો અને બે ગોલ્ડ મેડલ સહિત 5 મેડલ જીત્યા. આ દરમિયાન એક ક્ષણ એવી પણ આવી, જ્યારે આખી દુનિયા તેમની ઝડપ પાછળ પાગલ થઈ ગઈ હતી. 

fallbacks

ફેલ્પ્સને પાછળ છોડ્યાની કહાની
ઓલિમ્પિક ખેલોના જનની ગણાતા એથેન્સ શહેરમાં 2004માં ઓલિમ્પિક ખેલોનું આયોજન થયું હતું. આ ખેલોમાં બધાની નજર અત્યાર સુધી સૌથી સફળ સ્વિમર માઈકલ ફેલ્પ્સ પર ટકેલી હતી. અહીં 4X200 મીટરની ફ્રી સ્ટાઈલ રિલે રેસના હીટ્સમાં અમેરિકી ટીમે બાજી મારી. સૌથી આગળ નામ હતું માઈકલ ફેલ્પ્સનું. જે તે સમયે સ્વિમિગનો એક્કો ગણાતા હતા. જો કે હીટ્સમાં ક્લેટ કેલરે ભાગ લીધો નહતો. તેઓ ટીમમાં હતાં. આથી તેમનું નામ કોઈએ સાંભળ્યું નહતું. 

fallbacks

અને ફેલ્પ્સને પાછળ છોડ્યો
2004ના ઓલિમ્પિક ખેલોમાં અમેરિકી 4X200 મીટર ફ્રી સ્ટાઈલ રિલે ટીમ ફાઈનલમાં હતી. તે પહેલા આ ટીમ ઓસ્ટ્રેલિયાથી પછડાઈ હતી. જેમાં ઈયાન થોર્પે  જેવા ધૂરંધર હતા. અને આ વખતે ફરીથી બંને ટીમો ફાઈનલમાં હતી. નજર થોર્પે અને ફેલ્પ્સ પર ટકેલી હતી. પરંતુ ફાઈનલ મુકાબલો જ્યારે પૂરો થયો ત્યારે દુનિયા ચોંકી ગઈ. થોર્પેએ પોતાની પ્રતિષ્ઠા મુજબ જ પ્રદર્શન કર્યું હતું. પરંતુ ચેમ્પિયન અમેરિકી ટીમ બની હતી. તે સમયે અમેરિકી ટીમમાં ફેલ્પ્સ સૌથી ઝડપી નહીં પરંતુ ક્લેટ કેલર સૌથી તેજ સાબિત થયા. તેમણે ફેલ્પ્સને પાછળ છોડી દીધા. આ ટીમે સ્વર્ણિમ સફળતાની કહાની 2008ના બેઈજિંગ ઓલિમ્પિંક ખેલોમાં પણ દોહરાવી. પરંતુ કેલર માટે આગળની રાહ ખુબ મુશ્કેલ હતી. 

fallbacks

વર્ષ 2011-2012નો સમય ખરાબ રહ્યો
ક્લેટ કેલરે ઓલિમ્પિક ખેલોમાં 5 મેડલ જીત્યા હતા. પરંતુ જ્યારે ખેલની દુનિયાથી તેમણે નિવૃત્તિ લીધી તો તેમની સામે અસલ જીવનની પરેશાનીઓ ખડી હતી. માત્ર 30 વર્ષની ઉંમરમાં તેમના ડિવોર્સ થઈ ગયા હતા. તેઓ સૌથી અમીર  ખેલાડીઓમાંથી એક હોવા છતાં પણ પોતાનું બધુ જ ગુમાવી બેઠા હતા. કેલર બેરોજગાર થઈ ગયા અને પછી બેઘર પણ. 

fallbacks

10 મહિના સુધી નહતી માથા પર કોઈ છત
કેલરે એક ઈન્ટરવ્યૂમાં સ્વીકાર્યું હતું કે ડિવોર્સ બાદ તેઓ સંપૂર્ણપણે તૂટી ગયા હતા. બેરોજગારીની થપાટ બાદ બેઘર પણ થઈ ગયા હતા. તેમણે લગભગ 10 મહિના પોતાની કારમાં જ રાત વિતાવી. જરા વિચારો, કે બે વાર એથલેટિક્સની દુનિયાના સૌથી સારા મેગેઝીનના કવર પર રહેનારા કેલર કેવી પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યા હશે. 

fallbacks

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More